માંડવી માંડવી તાલુકામાં બેફામ બનેલ માટીચોરોનાં આતંકથી પ્રજાજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યોે છે. કોઈ પણ પવાનગી વગર માટી ખોદનારાઓ સામે સરકારી અધિકારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરતા જે.સી.બી. ની નંબર પ્લેટ પર કાદવ ચોપડી પોતાની ચોરી છુપાવનારનાર ભૂમાફિયાઓ. જાણે બેલગામ બની ગયા છે.તાલુકામાં વાઘનેરા, ખેડપૂર, પુના, મોરીઠા, અરેઠ તેમજ બીજા અન્ય ગામોમાં ગેરકાયદે માટીનું ખોદકામ કરતા હોવાની ગતિવિધિઓ ચાલતી જ રહે છે. બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા ભૂતકાળમાં ગૌચરની જમીન તો માનવતાને નેવે મૂકી એક સમાજનાં કબ્રસ્તાનને પણ ખોદી માટીચોરી કરવાની ફરિયાદો પણ આવી ચૂકી છે. તો પણ અધિકારીઓ કે ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી. ભૂસ્તર વિભાગ દ્વારા જાે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કારી ગાંધીનગરની ટીમને બોલાવી માગતરા તેમજ બલાલતીર્થ ખાતે રેડ કરી રેતી ખનન કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાતી હોય તો શું તેઓ આ માટીચોરોથી બેખબર છે?