રાજપીપળા રાજપીપળામાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.એ કાર્યક્રમમાં ઉપસ્થીત રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે બહારના કોન્ટ્રાક્ટરો અહીંયા કોઈને ગાંઠતા નથી, ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે બહારના કોન્ટ્રાકટરો કામ કરી જતા રહે છે ત્યારે નાની મોટી ભૂલ કોણ સુધારશે.રાજપીપળામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતમાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેકટનો પૂજા વિધી કરી આરંભ કરવામાં આવ્યો હતો.એ કાર્યક્રમમાં રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે બહારના કોન્ટ્રાક્ટરો પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાકટ પાણી નાખવામાં પણ કચાસ રાખે છે.મેં આ બાબતે રાજપીપળા પાલિકા પ્રમુખ, પાલિકા મુખ્ય અધિકારીને રજુઆત પણ કરી છે.બહારના કોન્ટ્રાક્ટરો અહીંયા કોઈને ગાંઠતા નથી, વિકાસનું કામ ગુણવત્તા યુક્ત થાય છે એ જાેવાની જવાબદારી શહેરની જનતાની પણ છે.ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ જ કામો કરવામાં આવે છે.પણ નર્મદા જિલ્લાના સક્ષમ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક એજન્સીને જ કામ મળવું જાેઈએ.