ગુજરાતમાં ઔવેસીનો પગપેસારો, ઈમ્તિયાઝ જલીલ કહ્યું- ગુજરાત કોઇનુ ગઢ નથી
02, જાન્યુઆરી 2021

અમદાવાદ- 

ગુજરાતમાં અસદ્દુદ્દીન ઔવેસીનો પગપેસારો થઈ ચૂક્યો છે. એઆઈએમઆઈએમના સાંસદ ગુજરાત આવી ચૂક્યા છે અને આજે બીટીપીના છોટુ વસાવા સાથે ઇમ્તિયાઝ જલીલની બેઠક યોજાશે. આગામી ચૂંટણી અંગે હવે રણનીતિઓ ઘડશે. ગુજરાતમાં એઆઈએમઆઈએમ અને બીટીપી વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે. રાજ્યમાં આવીને ઇમ્તિયાઝે કહ્યુ- ગુજરાત કોઇનુ ગઢ નથી. સુરતમાં ગુજરાતના કાર્યકરો સાથે એક બેઠક પણ કરશે. ગુજરાતમાં ઇમ્તિયાઝ જલીલનો ૩ દિવસીય પ્રવાસ છે.

ઝઘડિયા ધારાસભ્ય છોટુંભાઈ વસાવા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાઈ છે. ત્યારબાદ ઓવૈશીએ ઔરંગાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના નેતા ઈમ્તિયાઝ જલીલ અને વારિશ પઠાણને ગુજરાત મોકલ્યા છે. ચૂંટણીના ગઠબંધનની જવાબદારી એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસાદુદ્દીન ઓવૈશીએ ઔરંગાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના નેતા સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને વારિશ પઠાણ ગુજરાત આવી પહોંચ્યા છે. શનિવારે વાલિયા ખાતે ઝઘડિયાનના ધારાસભ્ય છોટુંભાઈ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સહિતના નેતાઓ સાથે બેઠક યોજી આગામી ચૂંટણીમાં કયા વિસ્તારમાં કંઈ બેઠક માટે ગઠબંધન કરવું, ચૂંટણી જીતવાની રણનીતિ સહિતના અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution