ઓક્સફર્ડે ડેવલપ કરેલી વેક્સિનનો મુંબઈ-પૂણેમાં 5 હજાર લોકો પર પરીક્ષણ કરાશે 
23, જુલાઈ 2020

દિલ્હી-

ઑક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનનો ભારતમાં જલદી જ ટ્રાયલ શરૂ થવાનો છે. ઑગષ્ટનાં અંતમાં થનારા આ વેક્સિનનાં માનવ પરીક્ષણ માટે મુંબઈ અને પુણેનાં હાૅટસ્પોટથી 4,000 થી 5,000 વાૅલિયન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે. વેક્સિનનાં સ્થાનિક ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે જાે બધું જ ઠીક રહ્યુ તો આવતા વર્ષે જૂન સુધી વેક્સિન લાૅન્ચ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઑક્સફર્ડ યૂનિવર્સિટીને કોરોના વેક્સિનનાં ટેસ્ટ સંતોષજનક પરિણામ મળવા લાગ્યા છે અને હવે યૂકેમાં આ મોટા પ્રમાણ પર શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં ઑક્સફર્ડે આ વેક્સિનનાં ઉત્પાદન માટે એસઆઈઆઈને પસંદ કરી છે જે વેક્સિનને લઇ અંતિમ સહમતિ મળ્યા પહેલા આનો ફીલ્ડ ટ્રાયલ કરશે. પુણેમાં બુધવાર સુધી 59,000થી વધારે કોરોના કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખથી પાર પહોંચી ગયો છે. આખા મહારાષ્ટ્રનાં કોરોના કેસોમાંથી અડધા આ ૨ શહેરોમાંથી છે.

એસઆઈઆઈનાં સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, “મુંબઈ અને પુણેમાં વેક્સિન ટ્રાયલ માટે અમે અનેક જગ્યાઓને શાૅર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાનાં સૌથી વધારે હાૅટસ્પોટ છે, જેનાથી વેક્સિનનાં પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.” એસએસઆઈનાં સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, ભારતના દવા નિયંત્રક જનરલથી પરવાનગી મળ્યા બાદ વેક્સિનનો ફેઝ-3 ટ્રાયલ ઑગષ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કંપની ટ્રાયલ શરૂ કર્યાનાં ૨ દિવસની અંદર દવા નિયંત્રકનાં ત્યાં લાયન્સ માટે અરજી કરશે. ત્યાંથી એકથી બે અઠવાડિયામાં અનુમતિ મળી જવાની આશા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution