વલસાડ, કોરોના મહામારી એ ખેરગામ વહીવટી તંત્ર ની પોલ ખોલી નાખી છે મહામારી ના ખપ્પર માં દરરોજ સૈકડો દરદીઓ હોમાઈ રહ્યા હોવા છતાં રાજકીય તંત્ર ના હોદ્દેદારો ખેરગામ રેફરલ હોસ્પિટલ માં ઓક્સિજન પાઇપ લાઈન માં લીકેજ હોવાનું જાણવા છતાં નિશ્ચિન્ત બની ગયા હતા અખબારી અહેવાલો એ મામલો જાહેર કર્યો ત્યારે પણ કોઈ આગળ આવ્યું નહીં એવા કોપરા કાળ માં ખેરગામ ના રિદ્ધિ ઓટો ના મલિક સતીશ ભાઈ પટેલે ખેરગામ તાલુકા ભાજપ ગ્રુપ માં લોકો ને આગળ આવવા અપીલ કરી હતી અને લોક ફાળે રેફરલ માં જરૂરી સાધનો અને કર્મચારીઓ માટે સુરક્ષા ની કિટો લાવવા આગળ આવ્યા હતા ત્યારબાદ ભૌતેષ ભાઈ સહિત ના અનેક આગેવાનો આગળ આવ્યા હતા લોકો ફાળે થી આરોગ્ય કર્મચારીઓ ને કીટ આપી હતી અને ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા કરી હતી દસ વરસ થી બંધ ઓક્સિજન ની પાઇપ લાઈન બાબતે તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે ર્સ્વનિભર થવા માટે કોવીડ કેર સમિતિની રચના થઈ જેના દ્વારા ઓક્સિજન ના બે કંન્સંટ્રેટર (ધર્માચાર્ય પરભુદાદા અને પણંજના એન આર આઈ દ્વારા) પીટીસી કિટ્‌સ, ત્રણ ઓક્સિજન સિલિન્ડર સામે બીજા ૧૬ સિલિન્ડર સમિતિએ આપ્યા.હતા મંગળવારે કલેકટર આદ્રા અગ્રવાલ ની મુલાકાત બાદ આજથી ૨૪ ઓક્સિજનના દર્દીઓને સીધો પ્રાણવાયુ પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય તે માટેની પડતર લાઈનના નવીનીકરણનો પ્રારંભ થયો છે,