અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
28, મે 2021

અંક્લેશ્વર, અંકલેશ્વર ખાતે આવેલી કોવિડ ઈએસઆઈસી  હોસ્પિટલમાં ઝઘડિયાની ડિસીએમશ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખનું યોગદાન આપવામાં આવ્યુ છે,જેના દ્વારાનિર્માણ પામેલ ઓક્સિજન ના વધુ બે પ્લાન્ટનું ઉદ્‌ઘાટન જિલ્લા કલેક્ટરડો.એમ.ડી મોડિયા ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.  અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઈએસઆઈસી કોવિડ હોસ્પિટલ ખાતે ઝઘડિયા જીઆઇડીસી ની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખના ખર્ચે નવા બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં દર કલાકે ૭૦ દર્દીઓનેમળી શકે એટલા બે પ્લાન્ટમાં ૨૦,૦૦૦ લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે.આ બેપ્લાન્ટ નું  ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા ના હસ્તે  ઉદ્‌ઘાટન કરવામાંઆવ્યુ હતુ.

સાંપ્રત સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સૌથી વધુ ઓક્સિજન તેમજઇન્જેક્શનની પણ અછત વર્તાઈ રહી છે, ત્યારે આવા કપરા સમયમાં કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે આ ઉમદા કાર્ય આશીર્વાદ રૂપ સમાન પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ અગાઉ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ રમેશ ગાબાણી અને તેમની ટીમનાઅથાગ પ્રયત્નો થકી  ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે થી વધુ ૨ ઓક્સિજનટેન્ક કાર્યરત કરાઈ છે. આ  અગાઉ પણ કાર્ય કરવાના અથાગપ્રયત્નો થયા છે, જે સફળ નીવડ્યા હતા. આ પ્લાન્ટ ના ઉદ્‌ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા ડો.એમ.ડી.મોડીયા,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, નાયબ કલેકટર રમેશ ભગોરા તેમજ( ૨ )ડીસીએમ શ્રીરામ કંપનીના  હેડ કમલ નાયક , કંપની ના સીએસઆર વિભાગ નાકલ્પેશ મહેતા સહિત હોસ્પિટલના  તબીબો અને કોરોના વોરિયર્સ સ્ટાફ ઉપસ્થિતરહયો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution