અંક્લેશ્વર

અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલ ને કોવિડ -૧૯ જાહેર કર્યા બાદ દર્દીઓ ની સારવાર માં ઓક્સિજનની ખોટ પડતી હતી,જેને દૂર કરવા માટે ઉદ્યોગ મંડળ ના પ્રમુખ રમેશ ગાબાણી દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.

અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર શરુ કરવામાં આવી છે,પરંતુ જે દર્દીને સિલેન્ડર મારફતે ઓક્સિજન આપવામાં આવતો હતો,તે અપૂરતો રહેતો હતો.આ વિકટ પરિસ્થિતમાં કોરોના થી સંક્રમિત દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ રમેશ ગાબાણી દ્વારા ઉત્તમ કાર્ય કરવામાં આવ્યુ છે, ૮ થી ૧૦ ટન જેટલો ઓક્સિજન ટેન્ક માં સ્ટોર રહી શકે તેવી એક ટેન્ક મંગાવીને સ્થાપિત કરવાનું કાર્ય શરુ કરવામાં આવ્યુ છે.

એઆઈએ પ્રમુખ રમેશ ગાબાણીના ઉદ્યોગ દ્વારા આ ટેન્કનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવામાં આવ્યો છે, અને દર્દી ને મદદરૂપ થવા માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,રમેશ ગાબાણી એ ટેન્ક સ્થાપિત કરવાની કામગીરી યુધ્ધ ના ધોરણે શરુ કરાવી હતી,અને કામગીરીનું પોતે ત્યાં ઉભા રહીને નિરીક્ષણ પણ કર્યુ હતુ. તેઓની આ કામગીરી ને સૌ કોઈએ બિરદાવી હતી.