પાવીજેતપુર, પાવીજેતપુર તાલુકાના ધનપુર ડેમ ની પાળી નીચે જાહેર રસ્તાના વળાંક ઉપર ક્રૂરતાથી ૧૨ પાડા ભરી કતલખાને જતી બોલેરો પીકપ ગાડી નો અકસ્માત ટ્રક સાથે થતાં એક પાડાનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું તેમજ ૬ પાડા ઘાયલ થયા હતા. તમામે તમામ ને સારવાર આપી પાંજરાપોળમાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ક્રૂરતાપૂર્વક પાડાઓને પીકપ ગાડી માં ભરી કતલખાને લઈ જતા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

પ્રાપ્ત માહિતી મુજબ બોલેરો પીકપ ગાડી નંબર જી.જે. ૧૭- ટી. ટી.- ૪૮૫૪ માં નાના-મોટા પાડા એકબીજાના ગળામાં તથા પગમાં ટુંકા ટુંકા દોરડાઓથી ક્રુરતાપૂર્વક બાંધી ખીચોખીચ ભરી ઘાસચારો થતા પાણીની સુવિધા નહીં રાખી પશુઓને કતલખાને કતલ કરવાના ઈરાદે લઈ જઈ રહ્યા હતા ત્યારે પાવીજેતપુર તાલુકાના ધનપુર ગામે ઢાળ ઉતરતા નીચેના ભાગે જી.જે.- ૦૯- એ.વી.-૫૩૫૨ સાથે અકસ્માત થતાં બંને વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. જે અંગે કદવાલ પોલીસ સ્ટેશનને બાતમી મળતા તેઓ સ્થળ ઉપર જઈ તપાસ કરતા ૧૨ જેટલા પાડાઓને ટુકા દોરડાઓથી ખીચોખીચ બાંધી ઘાસચારો તથા પાણીની સગવડ નહીં રાખી કતલખાને લઇ જવાતા હોવાની ખબર પડી હતી. ઘટના સ્થળે એક નાનો પાડો મોતને ભેટ્યો હતો, જ્યારે પાવીજેતપુર થી પશુચિકિત્સક આવતા વધુ તપાસ કરતાં ૩ પાડાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી,