દિલ્હી-

પાકિસ્તાનના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં લાંબા સમયથી શિયા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો, પાકિસ્તાનમાં અવાર નવાર હુમલા થતા રહે છે અને પોતાના જ કરેલાં પોતાના હૈયે વાગે છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહવાન નગરમાં શિયા સમુદાયના લોકો તેમનું સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સરઘસ પર હુમલો થયો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા. જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.