દિલ્હી-

પાકિસ્તાનએ પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ શાહીન-3નું ગત બુધવારના પરિક્ષણ કર્યું હતું તેની સફળતા બદલ પ્રધાન મંત્રી ઇમરાન ખાને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ સુરક્ષામાં એક ચુકના કારણે મિસાઇલ વિવાદોમાં ફસાઇ ગયેલ છે. બૈલિસ્ટિક મિસાઇલ શાહીન-3 પરિક્ષણ દરમિયાન પાકિસ્તાની પોલ ખુલ ગઇ જ્યારે અધકચરી મિસાઇલ ટેકનીકલ ખામીના કારણે બાહુચિસ્તાનના એક બલૂચ વિસ્તારમાં પડી ગઇ જેના કારણે કેટલાક લોકો ઘાયલ થઇ ગયા અને ડઝનો ઘરો તબાહ થઇ ગયાં.

બલુચિસ્તાન રીપબ્લીક પાર્ટીએ ટવીટ દ્વારા જણાવ્યું કે, ડેરા ગાજી ખાનના રાખી વિસ્તારથી છોડવામાં આવેલ મિસાઇલ ડેરા બુગ્તીના રહેણાંક વિસ્તારમાં આવીને પડી પાર્ટીના પ્રવકતા શેર મુહમ્મદ બુગ્તીએ એક ટવીટ કરીને કહ્યું કે પાકિસ્તાનની સેનાએ બલુચિસ્તાનને પ્રયોગશાળા બનાવીને રાખી દીધી છે. આ મિસાઇલ લોકોની હાજરીમાં છોડાઇ તેમાં કેટલાક લોકો ઘાયલ થયા અને ડઝનબંધ ઘર તબાહ થઇ ગયા. જ્યારે બલુચિસ્તાનના માનવધિકાર કાર્યકર્તા કુજીલા બલૂચએ ટવીટમાં કહ્યું કે, પાકિસ્તાન બલૂચિસ્તાનમાં ખતરનાક હથિયારોનું પરિક્ષણ કરતું રહ્યું છે, આજે તેઓએ શાહીન મિસાઇલનું પરિક્ષણ કર્યું જે ડેરા બુગ્તી પર આવીને પડયું કુઝીલાએ ટવીટ સાથે કેટલીક તસ્વીરો પણ શેર કરી જેના દ્વારા તેઓએ દાવો કર્યો કે, આ લોકો 1998માં પાકિસ્તાને કરેલ પરમાણુ મિસાઇલ પરિક્ષણ દરમિયાન ઘાયલ થયા હતા ત્યારે પાકિસ્તાનની સેનાએ કોઇ વિસ્તાર પર મિસાઇલ પડવાના સમાચારથી ઇન્કાર કર્યો છે. આ મિસાઇલની મારક ક્ષમતા 2750 કિલોમીટરની છે. આ ક્ષમતાનો મતલબ થાય છે કે તે ચેન્નઇ સુધી પહોંચી શકે તેમ છે.