દિલ્હી-

ખ્રિસ્તી દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાન વચ્ચે છેડાયેલી જંગમાં તુર્કી અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. અર્મેનિયા અને અઝરબેઝાન વચ્ચે નાગોર્નો-કારાબાખ મુદ્દે ચાલી રહેલી લડાઈમાં પાકિસ્તાને નાપાક હરકત શરૂ કરી દીધી છે.

એક સ્થાનિક ટેલિફોનિક વાતચીતમાં એવો ખુલાસો થયો છે કે આ જંગમાં અઝરબૈજાન તરફથી પાકિસ્તાની સેના પણ સામેલ છે. અર્મેનિયા સાથે છેડાયેલી જંગમાં અઝરબૈજાનને સાથ આપવા માટે પાકિસ્તાને પોતાના જવાનોને મોકલ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો એક ફોન રેકોર્ડિંગથી થયો. જેમાં અઝરબૈજાનના બે લોકો પરસ્પર વાતચીત કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ જણાવે છે કે અહીં પાકિસ્તાનના જવાનો ભેગા થઈ રહ્યા છે. સવાલ જવાબ વચ્ચે એક વ્યક્તિ કહે છે કે જાે ગોળીઓ છૂટે તો બીજી જગ્યાએ જતો રહેજે. જેના પર બીજાે વ્યક્તિ જવાબ આપે છે કે હાં. અગદમ તરફ. તેમણે (અઝરબૈજાન) ત્યાં પાકિસ્તાનના જવાનો ભેગા કર્યા છે અને તેઓ તેમને અગદમ તરફ લઈ જઈ રહ્યા છે.

તુર્કી અને પાકિસ્તાન આગ સાથે રમવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ સીરિયામાં લડી રહેલા આતંકીઓને અર્મેનિયાના યુદ્ધ ક્ષેત્ર નાગોર્નો-કારાબાખમાં મોકલી રહ્યા છે. કિલિંગ મશીનના નામથી ઓળખાતા આ આતંકીઓને મુસ્લિમ દેશ અઝરબૈજાનના પક્ષમાં અને ખ્રિસ્તિ દેશ અર્મેનિયા વિરુદ્ધ મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ ભારે હથિયારોથી લેસ આ આતંકીઓને ૨૨ સપ્ટેમ્બર બાદથી તુર્કીના રસ્તે સતત અઝરબૈજાનની રાજધાની બાકૂ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 આતંકીઓ પહોંચ્યા છે. જેમને તુર્કી ૧૫૦૦થી ૨૦૦૦ ડોલરની સેલરી પણ આપે છે.