22, ડિસેમ્બર 2020
બનાસકાંઠા-
રાજ્ય માં બનાસકાંઠા વિસ્તારમાં પાલનપુરમાં ભૂકંપના આંચકા આવતા ભારે ગભરાટ ફેલાયો છે. પાલનપુરથી 39 કિ.મી.ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુરમાં 2.3ની તિવ્રતાનો આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. બનાસકાંઠાના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.
ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. ત્યારે આ ભુકંપ ને પગલે લોકો માં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.