ડભોઇ, ડભોઇ થી વડોદરા જવા માટે ના માર્ગ ઉપર આવતી પલાસવાડા રેલ્વે ક્રોસિંગ જે રિપેરિંગ કામ અર્થે છેલ્લા ત્રણ દિવસ થી બંધ હતી જેને પગલે વાહન વ્યવહાર ને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો રેલ્વે દ્વારા આજે ત્રીજા દિવસે કામ ગીરી પૂર્ણ થતાં ક્રોસિંગ ખુલ્લી કરવામમા આવી છે જેને પગલે ડભોઇ વડોદરા વાહન વ્યવહાર રાબેતા મુજબ પુનઃ શરૂ થયો હતો.ડભોઇ વડોદરા માર્ગ ઉપર આવેલ ડભોઇ વડોદરા ને જોડતી બ્રોડગેજ રેલ્વે લાઇન ઉપર ને પલાસવાળા ક્રોસિંગ ખાતે તા.૦૧-૧૨-૨૦૨૦ થી તા.૦૩-૧૨-૨૦૨૦ સવાર ૯ વાગ્યા સુધી ક્રોસિંગ રિપેરિંગ કામ ને અનુલક્ષી ને રેલ્વે તંત્ર દ્વારા ત્રણ દિવસ ડભોઇ વડોદરા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. રેલ્વે તંત્ર દ્વારા આજે સવારે ૯ વાગે ક્રોસિંગ ની કામગીરી પૂર્ણ થતાં ની સાથે જ ક્રોસિંગ ને ખૂલી મૂકી હતી અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.