પાલીતાણા, પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકોએ બે યુવતીને ભગાડી જવાની ઘટના પ્રકાશનમાં આવતા જ પાલીતાણાવાસીયોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. સાથે જ હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ સાથે મળીને રેલીનું આયોજન કર્યું હતુ અને આ અંગે કડક કાર્યવાહી થાય તે માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. પાલીતાણામાં થોડા દિવસ અગાઉ એક વિધર્મી યુવકે એક યુવતીને ઘરેથી ભગાડી લઈ ગયો હોવાની ઘટના પ્રકાશનમાં આવી હતી. જે અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જાે કે આ ઘટનાના આઠ દિવસમાં જ બીજા એક વિધર્મી યુવકે બીજી એક યુવતીને ભગાડી લઈ ગયો હોવાની ઘટના પ્રકાશનમાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષનો માહોલ સર્જાયો હતો. જેના પગલે હિન્દુ સંગઠનો, વેપારી આગેવાનોએ આ અંગે એક મિટીગનું આયોજન કર્યુ હતુ.જાે કે આ મિટીંગમાં શહેરીજનોએ પણ પૂરેપૂરો સાથે આપ્યો હતો. બાદમાં આ ઘટનાની જાણ વધુ લોકોને પહોંચતા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો એટલુ જ નહીં લોકો રસ્તે આવી ગયા હતા અને વિધર્મી યુવકો સામે કાર્યવાહીની માંગણીઓ કરી હતા. બીજી બાજુ એટલો મોટો હોબાળો મચી ગયો હોવાના કારણે વેપારીઓ, હિન્દુ સંગઠનો અને શહેરીજનો દ્વારા રેલી યોજી હતી. આ રેલીબાદ આ વિધર્મી યુવકોની સામે કાર્યવાહીની માંગણી સાથે પ્રાંત અધિકારીને આ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

પાલીતાણામાં એક સપ્તાહમાં બે હિન્દુ યુવતીઓને ભગાડી ગયા

પાલીતાણામાં છેલ્લા આઠ દિવસમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો કિસ્સો પ્રકાશનમાં આવતા જ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટનાના વિરોધમાં વિહિપ દ્રારા પાલીતાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેના પગલે શહેરીજનો, વેપારીમંડળ દ્વારા બંધના એલાનનું પાલન કરવામાં આવ્યુ હતુ. જાે કે આ બંધના એલાનના પગલે શહેરની એક પણ દુકાનો કે વેપાર શરૂ ન હોવાથી શહેર સજ્જડ બંધ રહ્યું હતું.

યુવતીઓને મુક્ત કરાવવાની માંગણી કરવામાં આવી

શહેરીજનો, વેપારીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા વિધર્મી યુવકોની સામે કાર્યવાહી થાય તે માટે રેલીનુ આયોજન કરીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ સાથે માંગણી કરવામાં આવી છે કે, યુવતીઓને બહેલાઈ ફોસલાઈને ભગાડી ગયેલા બંન્ને વિધર્મી યુવકોના ચગુલમાંથી યુવતીઓનો મુક્ત કરાવો તથા આ બંન્ને વિધર્મી યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.