પંચમહાલ: કાલોલમાં અસામાજીક તત્વોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, પોલીસ જવાનો ઈજાગ્રસ્ત
10, જુલાઈ 2021

પંચમહાલ-

પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ જિલ્લા SP સહિતના કાફલાને દોડી જવું પડ્યું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી કે, જિલ્લામાંથી પોલીસ પાર્ટીને પણ બોલાવવી પડે તેમ છે. અસામજીક તત્વોના આશરે 100થી વધુ લોકોના ટોળું બેકાબુ બન્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ટોળાએ તોડફોડ મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયું છે. અને દુકાનો સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોએ ધંધો બંધ કરી ધર તરફ દોડી ગયા હતા. બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું. પોલીસના જવાનો સહિત PI અને PSI પણ ઈજાગ્રસ્ત બન્યા છે. સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કાલોલ સ્થિત ગધેડી ફળીયા અને કસબા વિસ્તારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક તંગદીલી ભર્યું વિતાવરણ સર્જાયુ હતુ. જેમાં બન્ને કોમના ટોળા વચ્ચે હીંસક જુથ અથડામણ થતાં વાતાવરણ અતિ તંગ બનતા પરિસ્થિતિ કાબુ બહાર થઇ ગઇ હતી. ટોળા દ્વારા પત્થરમારો કરાતા વિસ્તારની દુકાનો ટપો ટપ બંધ થવા માંડી હતી. તેવામાં હીંસક બનેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution