કારેલીબાગમાં ચરસની પડીકીઓ સાથે પાણીગેટના યુવકની ધરપકડ
28, ઓક્ટોબર 2020

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં ઈન્દિરાનગર બ્રિજ પાસે આજે બપોરે ગ્રાહકની રાહ જાેતા ડ્રગ પેડલર યુવકને એસઓજી પોલીસે ચરસની પડીકી સાથે ઝડપી પાડી તેની પાસેથી ૧૫ હજારની મત્તા જપ્ત કરી હતી તેમજ તેને ચરસ સપ્લાય કરનાર સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો હતો.એસઓજી પોલીસને માહિતી મળી હતી કે કારેલીબાગમાં ઈન્દિરાનગર બ્રિજ પાસે અકબરઅલી સૈયદઅલી સૈયદ (બાવામાનપુરા, હજરત મસ્જીદની પાસે, પાણીગેટ) માદકદ્રવ્યનું વેંચાણ કરવા માટે ગ્રાહકની રાહ જાેતો ઉભો છે. આ વિગતોના પગલે એસઓજીની ટીમે તુરંત ઉક્ત સ્થળે દરોડો પાડી અકબરઅલીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગજડતી કરી હતી જેમાં તેના શર્ટ અને પેન્ટના ખિસ્સામાંથી પારદર્શન પ્લાસ્ટીકની કથ્થઈ રંગના પદાર્થવાળી ૮ પડીકીઓ મળી હતી. પ્રાથમિક તપાસમાં આ પડીકી માદકદ્રવ્ય ચરસની હોવાની જાણ થતાં પોલીસે અકબરઅલીની અટકાયત કરી તેની પાસેથી ૧૧,૬૦૦ની કિંમતની આઠ ગ્રામ ચરસની આઠ પડીકીઓ અને ચરસ વેંચાણના રોકડા ૪ હજાર સહિત કુલ ૧૫,૬૦૦ની મત્તા કબજે કરી હતી. તેણે આ ચરસનો જથ્થો અલ્તાફ બચુભાઈ શેખ (બાવામાન દરગાહ પાસે, પાણીગેટ) પાસેથી મેળવી હોવાનું જણાવતા પોલીસે અલ્તાફ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો અને અકબરઅલીને કારેલીબાગ પોલીસના હવાલે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution