17, ઓક્ટોબર 2020
અમદાવાદ-
કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક પછી એક ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પરેશ ધાનાણીએ #ગદ્દાર_જયચંદો_જવાબ_આપો ના નામે અનેક ટ્વીટ કરીને સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કરેલી ટ્વીટ જુઓ..

પરેશ ધાનાણીએ આ ટ્વીટ દ્વારા 12 સવાલો પૂછ્યા હતા. થોડા દિવસ પહેલા પણ તેમણે #સત્ર_ફિ_માફ_કરો_સરકાર અભિયાન ચલાવ્યું હતું અને ત્યારે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહીતર ભાજપને સાફ કરો હાલ મંદી, મોંઘવારી અને બેરોજગારીથી પીડાતા સમગ્ર રાજ્યને "મોંઘીદાટ ફી"નાં માફિયાઓથી મુક્તિ અપાવવા માટે, 'સતત' અને 'સળંગ' સત્તાના મદમા ભાન ભૂલેલી સરકારને 'સબક' શિખવાડવા સૌ વિદ્યાર્થી જગતને વિનંતી કરું છું.