રાજકોટ ગુજરાત કોંગ્રેસને લાંબા સમયે પ્રભારી મળ્યા છે અને તે પણ ‘ડોકટર’ જાે કે કોંગ્રેસનું દર્દ જાણીતું છે અને તેનો ઈલાજ તો દિલ્હી જ કરી શકે છતા નવા પ્રભારી રઘુ શર્માએ પ્રથમ મુલાકાતમાં જ તેઓ ‘બોસ’ તરીકે આવ્યા છે તેવું જણાવી દીધું છે.ગઈકાલે ગાંધીનગરમાં તેઓએ પક્ષના નેતાઓ સાથે બેઠક કરી અને ધારાસભ્યોને એક-એક મળીને તેમના મંતવ્ય લીધા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના શિષ્ય જેવા રઘુ શર્માને જયપુરથી જ ટીપ્સ મળી હતી તેથી તેઓની માહિતી ભરપુર હતી જે જાણીને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આશ્ર્‌ચર્યમાં પડી ગયા હતા અને તેઓએ ડેટલાઈન પણ આપી દીધી કે આગામી બે સપ્તાહમાં રાજય કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે.

જાે કે પ્રદેશ પ્રમુખ અંગે તેઓએ મૌન સેવ્યું પણ વિપક્ષના નેતા બદલાશે તેવા સંકેત આપી દીધો હતો. આમ પરેશ ધાનાણીની છુટ્ટી નિશ્ર્‌ચિત છે. હવે તેના સ્થાને સૌરાષ્ટ્રમાંથી પુંજાભાઈ વંશને આ પદ મળે છે કે પછી કોઈ પાટીદારને તેના પર નજર છે. કોંગ્રેસની ચિંતા એ છે કે પાટીદારો કેટલા તેની સાથે છે તે પ્રશ્ન છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં કુંવરજી બાવળીયાની સાથે ભાજપે જે રીતે વર્તન કર્યુ તેનાથી આ સમાજ નારાજ છે અને કોંગ્રેસ તેનો ફાયદો કઈ રીતે ઉઠાવી શકે છેતેના પર સૌની નજર છે. પાટીદારોમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યને નેતા બનાવાથી કોઈ મોટો ફર્ક પડતો નથી અને ગુજરાત સાઈડના બે ત્રણ સીનીયર ધારાસભ્યો છે પણ તે વિશાળ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરતા નથી. આથી પ્રથમ ર્નિણય જ પેચીદો બની શકે છે. હવે પક્ષનું પુરુ ધ્યાન તા.૧૮ના રોજ દિલ્હીમાં પક્ષની કારોબારી મળનાર છે તેના પર છે અને તે પછી જ કોઈ ર્નિણય આવશે.