વોશિંગ્ટન-

દુનિયાના અનેક દેશોમાં હજી કોરોનાનો ભય ચાલુ છે અને તેને પૂરેપૂરો નિવારી શકાયો ન હોવાથી લોકોમાં ફફડાટ છે, તેમજ તંત્ર પણ કોઈ બેદરકારી ચલાવી લેવા માંગતું નથી. અમેરીકા, મેક્સિકો અને કેનેડામાં હવે 21મી ફેબ્રુઆરીને બદલે 21મી માર્ચ સુધી પ્રતિબંધો લાગુ રખાયા છે અને લોકોને સલાહ અપાઈ છે કે, તેઓ બિનજરૂરી રીતે બહાર કે પ્રવાસે ન જાય. લોકો બહાર જશે કે પ્રવાસ જશે તો તેમને કારણ પૂછવામાં આવશે. 

જો બાયડેને જાહેર કર્યું છે કે, જુલાઈ માસ સુધીમાં તમામ અમેરીકનોને વેક્સીન લાગી જશે અને તંત્ર એ માટે તૈયાર છે. અમેરીકામાં અત્યાર સુધી સૌથી વધારે 5.70 કરોડ લોકોને રસી મૂકી દેવાઈ છે. બીજા નંબરે ચીન છે જ્યાં 4 કરોડ લોકોને રસી મૂકી દેવાઈ છે. ત્યારબાદ ત્રીજા નંબરે યુરોપીય યુનિયન છે, જ્યાં 2.45 કરોડ લોકોને રસી મૂકી દેવાઈ છે, જ્યારે ભારતમાં હજી 1.04 કરોડ લોકોને રસી મૂકાઈ છે. 

સમગ્ર દુનિયામાં 11 કરોડ 12 લાખ લોકોને અત્યાર સુધી કોરોના થઈ ચૂક્યો છે, જે પૈકી 24 લાખ 62 હજાર લોકોનાં મોત થયા છે. 2 કરોડ 26 લાખ લોકોનો ઈલાજ ચાલે છે, જ્યારે 8 કરોડ 61 લાખ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. દુનિયામાં 19 કરોડ લોકોને રસી લાગી ચૂકી છે.