વાંસદા. કોરોનાની બીજી લહેર ગ્રામ્ય વિસ્તારમાં કાળો કેર વર્તાવી રહી છે. વાંસદા તાલુકા ૮ દિવસનું આંશિક લોકડાઉન કરવાનો નિણર્ય ભાજપ કોંગ્રેસના આગેવાનો ની હાજરીમાં ર્નિણય લેવાયો હતો. દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત પણ થઈ રહ્યા છે ત્યારે વાંસદા તાલુકા પંચાયતની સભાખંડ માં મળેલ સર્વદળ બેઠકમાં તા.૨૧-એપ્રિલના રોજ થી તા-૨૮-૦૪-૨૧ સુધી ૮ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું હતું. જાેકે, કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત્‌ હોય જેને લઇ સમગ્ર વાંસદા તાલુકો લોકડાઉન જાહેર કર્યો છે આ દરમિયાન ફક્ત દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે.અને દૂધની દુકાનો સવારે ૮ કલાક સુધી ખુલ્લી રહેશે બાકી તમામ દુકાનો બંધ રહેશે હાલમાં વધી રહેલ કોરોના મહામારીને વિકટ પરિસ્થિતિને લઇ કેસોને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત કચેરીમાં મળેલી ભાજપ કોંગ્રેસના આગેવાનો મળીને વધતા જતા કોરોના ના કેસ ની ચેન તોડવા તારીખ ૨૧-૪-૨૦૨૧ થી ૨૮-૪-૨૦૨૧ સુધી લોકડાઉન કરવાનો મહત્વનો ર્નિણય લેવાયો ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ લીધો હતો.જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા શિવેન્દ્ર સિંહ સોલંકીએ કહ્યું કે વાંસદા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વધતા કોરોના કેસને લઇ દિવસે-દિવસે ડઝનથી વધુ લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનો સાવચેત રહે અને કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે આગામી-૨૮-એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરે આવશ્યક દવા મેડિકલ અને દૂધ ની દુકાનો સવારથી ૮ કલાક જ ખુલ્લી રાખવાનો આદેશ કરાયો હતો.