07, ઓક્ટોબર 2021
ડભોઇ ઃ ડભોઇ નગર માથી અનેક નોકરિયાત વર્ગ ના યુવાનો વડોદરા જતાં આવતા હોય છે તેવામાં ડભોઇ એસ.ટી.ડેપો ખાતે છેલ્લા ઘણા સમય થી એસ.ટી.બસ સમય સાર મળતી ન હોવાની બૂમો ઉઠવા પામી હતી છેલ્લા ઘણા સામી થી ડેપોમેનેજર ને રજૂઆત કરવા છતતા બસ સમયસર મળતી ન હોય આજે વહેલી સવારે મુસાફરે ડેપો ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.ડભોઇ ના અનેક ગ્રામ્ય વિસ્તારો માં એસ.ટી.નિગમ ની બસ સમય સર ન પહોચતા તેમજ વહેલી સવારે નોકરીયાત વર્ગ ના મુસાફરો ને પણ સમયસર બસો ન મળતી હોવાની બૂમો ઉઠવા પામી છે. અનેક બાળકો ને શાળા જવાનો મોડુ થાય છે છે તો નોકરીયાત વર્ગ ના યુવાનો ને નોકરી માં પોતાના સાહેબ નો ઠપકો સમભાળવો પડે છે તેવામાં છેલ્લા કેટલાય સમય થી સમસ્યા થી ઝાઝુમતા મુસાફરો આજે વહેલી સવારે ૨ કલાક સુધી બસ ન આવતા રોષે ભરાયા હતા અને ભારે હોબાળો એસ.ટી.ડેપો ખાતે મચાવ્યો હતો ડભોઇ થી વડોદરા જવા મુસાફરો ને બસો ની કલાકો સુધી રાહ જાેવી પડતી હોય ડેપોમેનેજર ને રજૂઆત કરવા છતતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આરોપો મુસાફરો દ્વારા લાગવામાં આવી રહ્યા છે.