છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાની સાવચેતરૂપ ટેમ્પરેચર ચેક કરી બસમાં બેસાડાતા મુસાફરો
12, ઓગ્સ્ટ 2020

છોટાઉદેપુર, તા.૧૧ 

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસો વધી રહ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૦૦ થી વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે જેથી તકેદારી ના પગલાં રૂપે જિલ્લામાં ફરતી એસટી બસો ના કર્મચારીઓ દ્વારા મુસાફરી કરતા પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરી બેસાડવા ના આદેશો એસટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

ગત દિવસોમાં પાનવડ ગામે એક સાથે ચાર કોરોનાવાયરસ પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાંના પાનવડ રોહિતવાસ મા રહેતા એક ઇસમ તેમજ એસબીઆઇ બેન્ક માં ફરજ બજાવતા મેનેજર તેમજ એક કારકુન હતા જે સંક્રમિત થયા હતા જે છોટાઉદેપુર થી અપડાઉન કરતા હતા તેમજ પાનવડ બજાર માં પ્રાઇવેટ દવાખાનું ચલાવતા ડોક્ટર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 જે ડોકટર ના પત્ની સુરત થી આવ્યા હોય ડોક્ટર સકૃમીત થયા હતા જે વિસ્તારોને આરોગ્ય ખાતાએ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી પતરા લગાડવાની પ્રોસેસ કરવામાં આવી હતી. આજરોજ પાનવડ સહીત જિલ્લામાં ચાલતી એસ ટી બસનાકર્મચારીઓએ બેસ્ટ તમામ પ્રવાસીઓના ટેમ્પરેચર માપી બસમાં બેસાડ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution