દાહોદ તા.૨૬ 

દાહોદ ડેપોમાંથી બગસરા જતી બસનું દાહોદમાં ટાયર પંચર પડી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બસના ટાયરનું પંચર કરવા માટે બસના ડ્રાયવર અને વર્કશોપના કારીગરોની તુતું મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ આ સમગ્ર મામલે મુસાફરો તો અટવાયા જ હતા. આ બાદ ચાર કલાકની ભારે જહેમત બાદ એસ.ટી.બસના ટાયરનું પંચર કરવામાં આવ્યું હતુ અને બગસરા રવાના કરવામાં આવી હતી પરંતુ ચાર કલાક સુધી આ બસના મુસાફરોને ભારે હેરાન પરેશાન થતાં જાેવાયા હતા અને તે સાથે મુસાફરોમાં રોષની લાગણી પણ વ્યાપી હતી.

એક તરફ કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ વધવાનો ભય અને બીજી બાજુ અનલોક - ૨ માં સરકાર દ્વારા લોકોની પરેશાની જોતા રાજ્યભરમાં એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે ત્યારે આજે દાહોદના બસ ડેપો ખાતેથી બગસરા જવા નીકળતા પહેલા તે બસનું ટાયર પંચર પડી જતા રિઝર્વેશન કરાવેલા મુસાફરો અટવાયા હતા.થયા હતા. દાહોદના બસ ડેપો ખાતે ટાયર તો પંચર પડ્યું પરંતુ પંચર પડેલા ટાયરની આગળ ખાડામાં વરસાદી ગંદા પાણીનો જમાવડો જોતા ડ્રાયવર,કંડક્ટર પણ મુંઝવણમાં મુકાયા હતા. આ મુશ્કેલીમાં એક બાજુ દાહોદ થી મુસાફરોને બગસરા પહોંચવાનું હતુ અને બીજી બાજુ ટાયર પંચર પડી જતા ડેપોના વર્કશોપના કારીગરો દ્વારા ગંદકીના કારણે ટાયર બદલવાની ના પાડી દેતા કંડક્ટર અને વર્કશોપના કામદારો વચ્ચે તૂ - તૂ, મે - મે ના દ્રશ્યો સર્જાયા હતા અને ડ્રાયવરે જણાવ્યું હતુ કે, ગાડીનું ટાયર ખાડામાં પંચર પડ્યું છે અને ગાડી આગળ પાછળ લેતા ટાયર કપાઈ જાય તેની ભીતિ સતાવી રહી છે, જરા પણ ટાયર કપાઈ તો ડ્રાયવરે તેની રિકવરી ભોગવવી પડે તેમ છે તેના કારણે ગાડી આગળ પાછળ નથી લઈ શકતા જેને લઈને મુસાફરોએ ભારે હાલાકી ભોગવી હતી પરંતુ અન્ય બસોના ડ્રાયવર અને કન્ડક્ટરો ત્યાં આવી પહોંચતા મામલાને થાળે પાડી ગાડીને થોડી આગળ સાફ સુતરી જગ્યા ઉપર લઈ લેતા વર્કશોપના કારીગરો દ્વારા ચાર કલ્લા ની જહેમત બાદ ટાયર બદલીને ગાડીને દાહોદ ડેપોમાંથી બગસરા જવા માટે રવાના કરવામાં આવી હતી.