પાટણ-

28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં 182 ઉમેદવારીપત્રો રજૂ થયા બાદ સોમવારે પાટણ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 27 ઉમેદવારીપત્રો અલગ અલગ કારણોસર અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા.

વોર્ડ નંબર 1માં 1, વોર્ડ નંબર 2માં 3, વોર્ડ નંબર 4માં 1, વોર્ડ નંબર 5માં 3, વોર્ડ નંબર 6માં 2, વોર્ડ નંબર 8માં 4, વોર્ડ નંબર 9માં 3, વોર્ડ નંબર 10માં 1 અને વોર્ડ નંબર 11માં 9 ઉમેદવારીપત્રો અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા. 16 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવામાં આવશે ત્યારબાદ સમગ્ર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે. આ ચૂંટણીમાં સૌથી વધુ 24 ઉમેદવારીપત્રો વોર્ડ નંબર 11માં રજુ થયા હતા, જ્યારે સૌથી વધુ 9 ઉમેદવારીપત્રો પણ વોર્ડ નંબર 11માં અમાન્ય ઠર્યાં છે. હવે આ વોર્ડમાં 15 ઉમેદવારો માન્ય રહ્યા છે.