ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે પાટીદાર પાટીદાર જેવો ઘાટ
19, ફેબ્રુઆરી 2022

ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા હાઇવે પર કલ્પના ચોકડી તરફથી સુરેન્દ્રનગર રોડ તરફ રસ્તામાં અંદાજે ૬ કરોડના ખર્ચે માર્કેટીંગ યાર્ડ નવ નિમાઁણ પામેલ છે ત્યારે અગાઉ માર્કેટીંગ યાર્ડ અનેક વખત વિવાદમાં સપડાયું હતુ અને હજુપણ વિવાદ યાડઁ નો પીછો નહિ છોડતું હોવાનુ સામે આવ્યુ છે જેમા હાલ યાડઁના ચેરમેન તરીકે મહેશ પટેલ હોય અને આગામી એપ્રિલ મહિનામા તેઓની અઢી વષઁની ફોમઁ પુણઁ થવાના આરે હોય જેથી અન્ય વેપારી પેનલના ડીરેક્ટરો દ્વારા ચાલુ ચેરમેન મહેશ પટેલની ટાંટીયાખેચ શરુ કરાઇ છે આ તરફ ચેરમેન તરીકે બે પાટીદારો દ્વારા દાવેદાર હોવાનુ ચચાઁઇ રહ્યુ છે. માકેઁટીંગ યાડઁ અગાઉ પણ લગભગ ૭૦ વષઁ સુધી માત્ર સરકારી ચોપડે જ હતુ અને જ્યારે હવે યાડઁ સંપુણઁ નિમાઁણ થતા બે પાટીદારો પોતાની હાજરી અને સીધો ચેરમેન પદના હક્ક જમાવતા આંતરીક ખટરાગ હોવાનુ પણ સામે આવ્યુ છે. આ તરફ હાલના ચેરમેનના સામે તેઓના જ પાટીદાર સમાજના હોવાથી પાટીદાર દૃ/જ પાટીદાર જેવો ઘાટ સજાઁયો છે. તેવામાં ચેરમેન મહેશ પટેલ તથા વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા ચેરમેન પદના દાવેદાર ગણાવતા બંન્ને પાટીદાર નેતાઓને સમજાવટના પ્રયત્નો હાથ ધરી ૭૦ વષઁથી માત્ર સરકારી ચોપડે રહી ચુકેલા યાડઁને ધમધમતુ કરવા અથાગ મહેનત કરેલ હોદ્દેદારોને તેઓના પદ પર યથાવત રહેવા માટે મનામણા થઇ જાય તો યાડઁ નો વધુ વિકાસ થવાની પણ અન્ય ડીરેક્ટરોમા ચચાઁ છે.

• ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા ભાજપ પેનલ છે અને આશરે ૩ ટમઁથી ચેરમેન તરીકે મહેશ પટેલ દ્વારા પોતાના પરનો સદઉપયોગ કરી યાડઁને નિમાઁણ બાદ ધમધમતુ પણ કયુઁ હોવાનુ યાડઁના વેપારીઓ તથા ખેડુતોનુ કહેવુ છે.

• આગામી એપ્રિલ ૨૦૨૨મા ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ટમઁ પુણઁ થયાના બે મહિના પહેલા જ વિરોધ્ધ સુર સંભળાતા ખેડુતોમાં પણ ગણગણાટ શરુ થયો છે. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનને યથાવત રાખવા કે નો રીપોટઁ થીયરી અપનાવવી તેમા હુકમના એક્કા તરીકે આઇ.કે.જાડેજાનો નિણઁય આખરી હોવાનુ પણ ચચાઁઇ રહ્યુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution