વલસાડ, કોરોના ની વૈશ્વિક મહામારી માં નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા માં કોરોના એ ધીરે ધીરે રફતાર પકડી છે મહામારી ના માહોલ જાેઈ ને ખેરગામ સિવિલ માં કોવિડ ના દશ બેડ ની સુવિધા કરવા માં આવી છે પરંતુ ખેરગામ ને સુવિધા આપવા માં નવસારી વહીવટી તંત્ર ખાડે ગયું છે કોરોના ની લહેર માં બીમારી એ ઘાતક સ્વરુપ ધારણ કર્યું છે તાવ ના કે ઉધરસ ના દરદીઓ કોરોના ની બીકે પરીક્ષણ થી ડરી રહ્યો છે પરિસ્થિતિ ગંભીર થતા દરદી દવાખાને દાખલ થવા મજબુર થઈ રહ્યો છે બીજી તરફ ખેરગામ માં કોવિડ ૧૯ હોસ્પિટલ નામ માત્ર ની જ છે અહીં ઓક્સિજન ની જરૂરિયાત વાળા દરદી ને શ્વાસ ની તકલીફ પડે તો ઓક્સિજન આપી શકાય તેમ નથી કારણ કે ખેરગામ ની સિવિલ હોસ્પિટલ માં ઓક્સિજન ની લાઈન માં ઘણા સમય થી લીકેજ છે સિવિલ ના સંચાલકો એ વર્ષ થી આ લાઈન ની રીપેર કરવા માટે રજુવાતો કરી છે પરંતુ તંત્ર પાસે ઓક્સિજન ની લાઈન રીપેર કરવાનો સમય મળતો નથી ! હોસ્પિટલ માં માત્ર ત્રણ ઓક્સિજન ના સિલિન્ડર છે બીજી બાજુ રાજ્ય માં ઘાતક કોરોના દરદીઓ ના જીવ લઇ રહ્યો છે ત્યારે આવા સંજાેગો માં ખેરગામ ના દરદી ઓક્સિજન ની અછત ને કારણે જીવ ગુમાવશે ત્યારે જવાબદારી કોની રહેશે. સિવિલ ના ડોકટર દિવ્યાંગ ભાઈ જણાવી રહ્યા છે કે સિવિલ માં માત્ર ત્રણ જ ઓક્સિજન ના સિલિન્ડર હાજર માં છે એકી સાથે અનેક દરદીઓ ને ઓક્સિજન ની જરૂર પડી તો તેવો એ જીવ ગુમાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. નવસારી વહીવટી તંત્ર કે રાજકીય તંત્ર ની પ્રજા પ્રત્યે ની બે જવાબદારી સામે આવી છે ચૂંટણી સામે વડીલો ને મતદાન કરવા માટે મતદાન મશીન સુધી પકડી ને લઈ જતા રાજકીય આગેવાનો હાલ માં ભૂગર્ભ માં ઉતરી ગયા છે કોરોના ની મહામારી માં જિલ્લા નું સંચાલન કરવા માં કલેકટર આદ્રા અગ્રવાલ નિસફળ ગયા છે સાથે સાથે રાજકીય આગેવાનો એ પણ પ્રજા ને તેમના હાલ પર છોડી તેવો ને આત્મનિભર બનાવી દીધા છે.ખેરગામ તાલુકા ની આદિવાસી પ્રજા કોરોના ની મહામારી સામે ત્રાહિ ત્રાહિ પોકારી રહી છે હજીપણ સમય છે ખેરગામ સિવિલ માં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવે તો આવનાર દિવસો માં લોકો ને રાહત મળશે.