માંડવી, માંડવી નગરમાં કોરોના સંક્રમણ અટકાવવા નગરનાં તમામ વ્યાપારીઓ દ્વારા તા. ૧૫-૦૪-૨૦૨૧ થી તા. ૨૨-૦૪-૨૦૨૧ સુધી એક સપ્તાહ પોતાની દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવા તેમજ નગરમાં અવર-જવર કરતા બહારનાં વ્યક્તિઓને નિયંત્રણમાં લાવવા માંડવી પ્રાંત અધિકારીને રાજુવાત કરાય હતી. આજ રોજથી માંડવી પોલીસ દ્વારા નગરનાં તમામ પ્રવેશદ્વાર સીલ કરી દેવામાં આવેલ છે અને તોપ નાકા પાસેનો મુખ્ય પ્રવેશદ્વાર જ ચાલુ રાખવામાં આવેલ છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ બહાર ગામથી આવતા વ્યક્તિઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કર્યા બાદ જ નગરમાં પ્રવેશ અપાય રહ્યો છે. અને જાે કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિ જણાય તો તેના રહેણાંક વિસ્તામાં આવતા પી.એચ.સી./ સી.એચ.સી. સેન્ટર પર જાણ કરી તેને હોમ કોરોન્ટાઈ કરવામાં આવશે. સતત પેટ્રોલિંગ કરી નગરમાં કોઈ ટોળુ ન થાય કે કામ વગર બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.