માંડવી નગરમાં હોળી-ધુળેટી પર્વની શાંતીપૂર્ણ ઉજવણી
31, માર્ચ 2021

માંડવી

સરકાર દ્વારા હોળી અને ધૂળેટીનાં તહેવાર માટે સૂચવવામાં આવેલ ગાઈડ લાઈન જળવાય રહે અને રંગોનો તહેવાર સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે માંડવી નગરનાં પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા અનેરી રીતે નગરજનો સાથે નરમાશથી કાયદાનું ઉલ્લંઘન ન થાય તે રીતે જાતે સંપૂર્ણ નગરજનો સાથે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો

પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા સંપૂર્ણ માંડવી નગરમાં પોતાની ટીમ સાથે પગપાળા પેટ્રોલિંગ કરી માર્ગમાં મળતા સંપૂર્ણ નગરજનોને ગુલાલનો તિલક કરી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. નગરમાં માર્ગ પર બેઠેલા ફળ, શાકભાજી વિક્રેતાઓ તેમજ મોચી તથા માર્ગ પર થેલો લગાવી બેસેલા વિક્રેતાઓને પણ રંગ લગાવી તેઓ સાથે ધુળેટીનો તહેવાર ઉજવતા તે વિક્રેતાઓએ પણ આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં પ્રથમવાર કોઈ ઉચ્ચ અધિકારીએ માર્ગ પર આવી અમારા જેવા નાના માણસો સાથે તહેવાર ઉજવ્યો છે. એમતો અત્યાર સુધી દર્શન રાવ તેમના કડક વલણથી જ ઓળખાતા હતા. પરંતુ તેમનું આ સ્વરૂપ જાેઈ સમગ્ર નગરજનો સામે તેમની એક અલક ઝાંખી પ્રદર્શિત થઈ હતી. ગાઈડ લાઈનનું પાલન કરવામાં પણ સહયોગ આપ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution