ભાવનગર,ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોના વાડી વિસ્તારોમાં હજુ પણ ઘોર અંધકાર જાેવા મળી રહ્યો છે. ખેડૂતો લાઈટ વગર અંધારપટમાં જીવી રહ્યા છે. વાવાઝોડું પસાર થયા ને આજે ૨૫ દિવસ વિતી ગયા છતાં વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ પુરવઠો શરૂ કરાયો નથી.જ્યારે ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે.કૂવામાંથી પાણી કાઢવા વીજ પુરવઠો શરૂ થાય એ જરૂરી છે. જેથી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની માંગ સાથે ખેડૂતો ઁય્ફઝ્રન્ કચેરી પહોંચ્યા હતા.રૂરલ વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેરને રજૂઆત કરી હતી.ગુજરાત પર ત્રાટકેલા તાઉંતે વાવાઝોડાની અસરો હજુ પણ જિલ્લામાં યથાવત જાેવા મળી રહી છે.

વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લામાં હજજારો વીજપોલ તુટી ગયા હતા, અનેક ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.જેમાં વીજ વિભાગની અનેક ટીમોએ રાતદિવસ કામ કરી જિલ્લાના અનેક ગામોમાં રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દીધો હતો, પરંતુ આજે વાવાઝોડું પસાર થઈ ગયા ને ૨૫ દિવસ વિતી ગયા છે છતાં જિલ્લાના અનેક ગ્રામ્યના વાડી વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.