મુંબઈ-

હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળામાંથી પાછા ફરી રહેલા ભાવિકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવે તેવી માંગણી મુંબઈના મેયર કિશોરી પેડણેકરે કરી છે.તેમનુ કહેવુ છે કે, કુંભ મેળામાંથી પાછા ફરનારા લોકો પોતાના રાજ્યોમાં કોરોનાને પ્રસાદ રુપે વહેંચી શકે છે.આ વાતને સમજીને કુંભ મેળામાં જઈને પાછા ફરેલા ભાવિકોએ જાતે જ ક્વોરેન્ટાઈન થઈ જવુ જોઈએ. મુંબઈમાં પાછા ફરી રહેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે અમે વિચારી રહયા છે.

તેમણે કહ્યુ હતુ કે, હાલમાં 95 ટકા મુંબઈવાસીઓ કોરોનાને લઈને મુકાયેલા પ્રતિબંધોનુ પાલન કરી રહ્યા છે. મને લાગે છે કે, કોરોનાની સ્થિતિને જોતા સંપૂર્ણ લોકડાઉન કરવુ જરુરી છે. ઉલ્લેખનીય છે કે, કુંભ મેળામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય છે. છેલ્લા 15 દિવસમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 1700 પર પહોંચી ચુકી છે. જ્યારે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9000 જેટલા દર્દીઓ સામે આવી ચુક્યા છે.