છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના દંગા ખૂબ ચર્ચામાં છે. પોલિસની કાર્યવાહી દરમિયાન એક અશ્વેત જ્યોર્જ ફલોઈડની મૃત્યુ બાદ અમેરિકામાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં અમેરિકાના શ્વેત લોકો પણ જાડાયા. ત્યારે હિરોઈન પ્રિયંકા ચોપરાએ આ વાતને સમર્થન આપ્યુ હતુ પરંતુ તે આડેહાથ લેવાઈ ગઈ હતી. પ્રિયંકાએ એક ગ્રાફિક શેર કર્યુ હતું, જેમાં લખ્યું હતું કે પ્લીઝ હું શ્વાસ નથી લઈ શકતા. આ લાઈન જ્યોર્જ ફલોઇડે બોલી હતી. આ સાથે પ્રિયંકાએ લખ્યુ હતું કે, કેટલા બધા કામ બાકી છે અને આપણે આ બધા કામ વ્યક્તિગતરૂપથી કરવા પડશે. પોતાને શિક્ષિત કરીને નફરતને મિટાવવી પડશે. ત્વચાના રંગને લઈને કોઈએ ન મરવું જાઈએ. ૨૫ મેએ પોલીસે જ્યોર્જનું ગળુ દબાવી રાખ્યું હતું જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. તે ત્યાં શ્વાસ લેવા માટે મથતો રહ્યો અને સંઘર્ષ કરતો રહ્યો. તે પોલીસવાળા પર હત્યાનો ચાર્જ લાગશે. જ્યોર્જ હું તારા પરિવાર માટે પ્રાર્થના કરું છું. સાથે જ તેણે પીટિશન ફાઈલ કરવા માટે પણ કહ્યું હતું. પ્રિયંકાની આ પોસ્ટ પર યુઝર્સ ભડકી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, પોતાના દેશમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે કેમ ચૂપ રહો છો ? અમેરિકામાં મોટા એક્ટિવિસ્ટ બનીને ફરો છો. પ્રિયંકાના પતિ નિક જોનાસ તેમજ ભાભી સોફિયાએ પણ જ્યોર્જના સમર્થનમાં પોસ્ટ લખી હતી. તમને જણાવી દઈએ કે, પ્રિયંકાએ અમેરિકન સિંગર-એક્ટર નિક જાનાસ સાથે લગ્ન કર્યા છે.