ઉનાઈ, કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા ગુરુવારે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સહિત કુલ ૧૧ નેરોગેજ લાઈન પર દોડતી ટ્રેનો નિભાવવાના ખર્ચ વધુ આવતો હોય અને પરવડતી ન હોય બંધ કરવામાં આવી હતી. જાેકે શુક્રવારે સવારે અધિકારીઓ ને લઈ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન ઉનાઈ આવી હતી. જાેકે અધિકારીઓએ આ માત્ર રૂટિન કામ હોવાનું જણાવ્યું હતું. ટ્રેન જાણે અંતિમ વાર પાટે દોડી હોય તેમ લોકો કુતુહલ વશ જાેવા ઉમટ્યા હતા. બીલીમોરા વઘઇ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન હવે ઇતિહાસ બની જશે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા આ હેરિટેજ ગણાતી બીલીમોરા - વઘઇ નેરોગેજ ટ્રેન સહિત ૧૧ નેરોગેજ લાઈન બંધ કરી દેવાનો ર્નિણય લીધો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ ટ્રેન આદિવાસી વિસ્તારનવા શહેરી વિસ્તાર સાથે જાેડવા તેમજ વ્યાપાર ધંધા અર્થે શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેની રખરખાવ નિભાવણી સામે તેના દ્વારા આર્થિક ઉપાર્જન તેના દ્વારા થતી કમાણી ખુબજ ઓછી હોય તેને બંધ કરી દેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દરમિયાન શુક્રવારે સવારે રેલ્વેના અધિકારીઓને લઈ આ ટ્રેન ઉનાઈ આવી હતી. ત્યારે જાણે અંતિમ વાર આ ટ્રેન પાટા ઉપર દોડી હોય તેમ લોકો કુતુહલ વશ તેને જાેવા ઉમટ્યા હતા. ટ્રેન સવારે ઉનાઈ પહોંચતાં લોકો તેને જાેવા પહોંચ્યા હતાં. જાેકે આ નેરોગેજ ટ્રેન બાબતે પૂછતાં અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અને આ અમારું રૂટિન કામગીરી હોવાનું જણાવ્યું હતું. જાેકે હેરિટેજ નો દરજ્જાે પામેલ આ ટ્રેન બંધ કરાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. અને ટ્રેન બંધ નહિ કરવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા હતા.આઠ માસથી બંધ વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા બંધ કરવાના ર્નિણય વચ્ચે ઉનાઈ રેલવે સ્ટેશને આજરોજ ગાડી આવી પહોંચતા લોકોમાં ગાડી આવતા કુતુહલ સર્જાયું હતું અને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી. કોરોના જેવી મહામરીને કારણે લોકડાઉનમાં તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી જેમાં ગાયકવાડી રાજના વખતની વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી બાદમાં આ ટ્રેનને ખોટમાં ચાલતી હોવાના કારણે બંધ કરી દેવાનો ર્નિણય રેલવે તંત્ર દ્વારા લેવાયો હોય એ અરસામાં આજરોજ ઉનાઈ રેલવે સ્ટેશને ગાડી આવી પહોંચતા લોકો ગાડીને જાેવા માટે લોકો ઉમટી પડ્યા હતા ગાડી અવતાની સાથે લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને અનેક જાતની અટકળો શરૂ થયી હતી ઘણા લોકોને ગાડી ચાલુ થઈ ગયી હોવાની આશ બંધાઈ હતી અગાઉ પણ આ ટ્રેન બંધ કરવા રેલવે તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો જાેકે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા આ ર્નિણયનો વિરોધ કરવા બાદ રેલવે તંત્ર દ્વારા ગાડી પુનઃ ચાલુ કરવામાં આવી હતી.