દિલ્હી-

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 28 પૈસા અને ડીઝલ 31 પૈસા, પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલ 90 પૈસા અને ડીઝલ એક રૂપિયો પ્રતિ લીટર મોંઘું થયું છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં પેટ્રોલનો ભાવ ક્રમશ 91.27 રૂપિયા, 97.61 રૂપિયા, 93.15 રૂપિયા અને 90.41 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલની કિંમત પણ અનુક્રમે 81.73 રૂપિયા,88.82 રૂપિયા, 86.65 રૂપિયા અને 84.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 0.23 ડોલર ઘટીને 68.19 ડોલર પ્રતિ બેરલ રહ્યો. તે જ સમયે, ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ પ્રતિ બેરલ 0.26 ડોલર ઘટીને 64.80 ડોલર પ્રતિ લીટર રહ્યું હતું.