જકાર્તા

ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને કારણે ત્યાં લાલ રંગનો પાણી જાેવા મળી રહ્યું છે. આ તસવીરોએ લોકોને અચંબિત કરી દીધા છે.

તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટતા થઇ કે, અહીં આવેલા પૂરમાં એક ડાઇંગ ફેક્ટરીનો લાલ રંગ નીકળીને પાણીમાં ભળી ગયો હતો. જેના કારણે પૂરનો પાણી લાલ થઇ ગયો હતો. ઉપરાંત અધિકારીઓનું કહેવું છે કે, વરસાદ સાથે ભળીને રંગ હળવો થઇ જશે. આ ગામમાં વિચિત્ર પૂરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી. પહેલાં લોકોએ સેન્ટ્રલ જાવાના પેકલોંગન શહેરના આ ગામની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા અને કહ્યું હતું કે, આને જાેઇને તેમને લોહી જેવું લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયાના પેકલોંગન શહેરમાં ઇન્ડોનેશિયાઇ ડાઇંગ ટેક્નિકમાં ઉપયોગમાં આવતી બાટીકના ઉત્પાદન માટે ખાસ ઓળખાય છે. આમાં કાપડ પર પેટર્ન કરાય છે. જ્યારે ગયા મહિને પણ પૂર આવતાં ઉત્તરી ગામમાં પાણી લીલા રંગનો થઇ ગયો હતો.