ભૂજ, લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ૧૯૩૨માં જેઆરડી ટાટા દ્વારા ભારતની જે પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઐતિહાસિક ઘટનાને ફરી જીવંત કરી હતી. દશેરાના દિવસે ભુજથી મુંબઇ વચ્ચે ફ્લાઇટ ઉડાવીને આજે ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ હતું. ૧૯૩૨ માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું ઉડાન થયું હતું. આજે ૮૯ વર્ષ બાદ ભૂજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ફ્લાઇટની ઉડાન ભરી હતી. એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ફ્લાઇટ ઉડાવી હતી.ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆરડી ટાટા ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટનું પાઈલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટમાં સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું. વિજ્યાદશમીના દિવસે આરોહી પંડિત ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કચ્છના માધાપર ગામની મહિલાઓએ ૭૨ કલાકમાં પુન નિર્માણ કરેલ ભૂજ રનવે પરથી ઉડ્ડયન કર્યું હતું. આ દરમિયાન આરોહી અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરાવા લેન્ડ થશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલ ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.આરોહીના હસ્તે દશેરાના દિવસે માધાપરની એ વીરાંગનાઓનું પણ સાડી આપીને સન્માન કરાયું હતું કે, જેઓએ ભારત - પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે બોમ્બમારાથી જે રન-વે ને નુકસાન પહોંચાડાયું હતું, તેને આ વિરાંગનાઓ દ્વારા ફરીથી માત્ર ૭૨ કલાકની અંદર બનાવાયું હતું. ૨૦૧૯માં આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી. ૨૦૧૯માં બોરીવલીની યુવા ર્ુદ્બીહ આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી.આ ફ્લાઇટમાં આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્ય ન હતા. આરોહી પંડિત ૧૯૩૨ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.