પીઠા ગ્રા. પંચાયત સરકારી જમીન પર નિર્માણ થયેલ શોપિંગ સેન્ટર ફરી વિવાદમા
08, એપ્રીલ 2021

વલસાડ, ભૂતકાળ માં ભ્રષ્ટાચાર ના અનેક વિવાદો થી ઘેરાયેલ પીઠા ગ્રામપંચાયત સરકારી જમીન પર નિર્માણ થયેલ શોપિંગ સેન્ટર ને લઈ ફરી વિવાદ માં આવી છે. વલસાડ તાલુકા ના પીઠા ગામે ચાર રસ્તા પર પ્રાથમિક સ્કૂલ ની નજીક રહેલ સરકારી જમીન પર ગ્રામપંચાયત દ્વારા આઠ વર્ષ પહેલાં એક શોપિંગ સેન્ટર નું નિર્માણ કરવા માં આવ્યું હતું.જે તે સમય ના ગ્રામપંચાયત સંચાલકો એ પાઘડી સિસ્ટમ પ્રમાણે દુકાન લેવા ઇચ્છતા ગામ ના લોકો ને દુકાનો વેચી હતી.

પરંતુ ગ્રામપંચાયત સંચાલકો એ આ શોપિંગ સેન્ટર સરકારી જમીન પર ગેરકાયદે નિર્માણ કર્યા હોવાની બાબત સામે આવતા વિવાદ ઉભો થયો હતો ૪/૨/૨૦૨૦ ના રોજ વલસાડ ડીડીઓ એ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ મુજબ સરકારી જમીન પર નિર્માણ થયેલ આ શોપિંગ સેન્ટર ના બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવા અને કરવા માં આવેલ કાર્યવાહી ની સાત દિવસ માં આહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ પીઠા ગ્રામપંચાયત ના સંચાલકો એ ડીડીઓ ના આદેશ ને ઘોળી ને પી ગયા હતા ! ડીડીઓ ના આદેશ નું ઉલ્લંઘન કરતા મામલો વધુ સંગીન બન્યો હતો ગ્રામપંચાયત સંચાલકો એ ડીડીઓ ના આદેશ નું કોઈજ વેલ્યુ ન રાખતા આ બાબતે તપાસ કરવા ડીડીઓ એ ટીડીઓ ને આદેશ આપ્યો હતો ડીડીઓ ના આદેશ બાદ હરકત માં આવેલ વલસાડ ટીડીઓ એ ૨૪/૩/૨૦૨૧ ના રોજ પીઠા ગ્રામપંચાયતના સરકારી જમીન પર નિર્માણ થયેલ ગેરકાયદે શોપિંગ સેન્ટર ની તમામ દુકાનો ને ખાલી કરાવી પત્ર મળ્યા ને ત્રણ દિવસ માં તાલુકા પંચાયત ને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો જે બાદ શોપિંગ સેન્ટર માં દુકાનો લઈ રહેલ દુકાન સંચાલકો માં ફફડાટ વ્યાપ્યો હતો.

પરંતુ ડીડીઓ ના આદેશ નું કઈ ન ઉપજતું હોય ત્યાં ટીડીઓ ના આદેશ નું સુ આવે એમ પણ લોકો માં ચર્ચાઈ રહ્યું છે ? ટીડીઓ એ આપેલ નોટિસ બાદ પીઠા ગ્રામપંચાયત ના સંચાલકો સહિત તલાટી કીર્તિદા બેન વલસાડ ટીડીઓ પાસે શોપિંગ સેન્ટર બાબતે રજુવાત કરવા ગયા હતા જે બાદ વલસાડ ટીડીઓ શોપિંગ સેન્ટર બાબતે ભીનું શંકેલી રહ્યા હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે.તલાટી કીર્તિદાબેન પાસે આ બાબતે માહિતી માંગતા તેવો એ મીડિયા ને માહિતી આપવાની ના પાડી હતી અને તેવો એ જવાબ આપવાનો બદલે ગ્રામપંચાયત માં દરરોજ પડ્યા પાથર્યા રહેતા તેમના પતિ એ જવાબ આપ્યા હતા .હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે તલાટી ના પતિ ને ગ્રામપંચાયત બાબતે સુ લાગે વળગે ? આ બાબતે પણ તપાસ જરૂરી છે તલાટી માહિતી નથી આપતા એમ મીડિયાકર્મી એ વલસાડ ટીડીઓ ને ટેલિફોનિક વાતચીત માં રજુવાત કરી ત્યારે ટીડીઓ એ પણ તલાટી ને સમર્થન આપી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને હજી તપાસ ચાલે છે એમ જણાવ્યું હતું હવે ડીડીઓ એ શોપિંગ સેન્ટર દૂર કરવા આદેશ આપેલો જ છે તો ટીડીઓ તપાસ કરી રહ્યા છે એ પણ લોકો માં ચર્ચાઈ રહ્યું છે.આ પ્રકરણ માં વહીવટી તંત્ર ભીનું શંકેલી રહ્યું હોય તેમ પંથક માં ચર્ચાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution