સોમનાથ, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના માર્ગદર્શન નીચે ગીર સોમનાથ જિલ્લાનાં ૩૫૨ ગામ માં ૧૧ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પગભર અને જિલ્લાને રળિયામણો કરવા માટેના મહા અભિયાનની ભારતભરમાં અને દેશ-વિદેશમાં જાણકારી મળી રહે તે માટેની તા. ૫/૨/૨૦૨૨ ને શનિવાર ને વસંતપંચમી ના દિવસે સોમનાથ ટ્રસ્ટ ના સોશિયલ મીડિયા ઉપર આ અંગે ની માહિતી પોસ્ટ શેર કરવામાં આવી. સોમનાથ ટ્રસ્ટ ના ૧૧ લાખ વૃક્ષારોપણ ના મહાસંકલ્પ ને સાકાર કરવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ માધવ સ્મારક સમિતિ -જુનાગઢ‌ ના સહયોગથી જિલ્લાના ૩૫૨ ગામમાં દરેક ખેડૂત ખાતેદાર પાસે ફળાઉ વૃક્ષો નું ફોર્મ ભરવામાં આવ્યા છે,આ દરેક ખેડૂતને દસ ફળાઉ વૃક્ષોનું વિનામૂલ્યે આવનારા સમયમાં વિતરણ કરવામાં આવશે ગિર સોમનાથ જિલ્લાના તાલુકા-મંડળ અને ગ્રામ્ય સુધીના માધવ સ્મારક સમિતિ-જૂનાગઢ ના કાર્યકર્તાઓના સમયદાનથી અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા તાલુકા સંયોજક તરીકે ફરજ બજાવી ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ કરેલ છે, જ્યારે શહેરી વિસ્તારમાં કિરીટ ભીમાણી સાથે સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો ની ખરીદી માટે અલગ-અલગ નર્સરીઓ અને વિભાગો સાથે સંકલન કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે,જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકાર અને વનવિભાગ દ્વારા પણ પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે, સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ આ મહાસંકલ્પ ને લઈને ખૂબ ઉત્સાહિત છે, આ સંપૂર્ણ કાર્યક્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરીપી.કે.લહેરીસાહેબ ના માર્ગદર્શન અને સુચનાઓ થી આ વૃક્ષારોપણ અંગેની કામગીરી કરી રહી છે , કમિટીઓ ના માધ્યમથી આ મહા અભિયાન સાકાર થાય એ માટે આ વૃક્ષારોપણની કામગીરી ના અધ્યક્ષ તરીકે ડો.યશોધર ભટ્ટ, કુંતલ સંઘવી,નિવૃત્ત ડીસીએફ સુરેશ જાની, દિલીપ ચાવડા અને કિશોર ડાંગર કામગીરી આગળ વધારી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ ના દરેક તાલુકા અને ગામડાઓમાં નર્સરીઓની સ્થાપના થાય તેવુ ભગીરથ કાર્ય પણ નિવૃત્ત ડીસીએફ સુરેશભાઈ જાનીના સંપુર્ણ માર્ગદર્શન નીચે કૃષિ અને પશુપાલન સંભાળતા કૌશિક સોલંકી કાર્ય કરી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોને વ્યાજબી ભાવે રોપા ઉપલબ્ધ થાય. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા સમયે પણ સારી ક્વોલિટી ના પતરા, નળીયા,પાણીના ટાંકા અને ફૂડ પેકેટ વિતરણ ની કામગીરી માધવ સ્મારક સમિતિ જુનાગઢ ના કાર્યકર્તાઓ ના સમયદાન થી કરવામાં આવી હતી તેમજ સોમનાથ ટ્રસ્ટ પોતાના કર્મચારીઓના ઉત્સાહથી કોરોના મહામારી માં ઓક્સિજન પ્લાન્ટ,જરૂરિયાત મુજબ ફૂડપેકેટ, ભોજન, કેર સેન્ટર વગેરેની પણ સેવા આપવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ ની વેબસાઈટ, ફેસબુક, ટ્‌વીટર, હું, ઈન્સ્ટાગ્રામ ઉપર થી આ વૃક્ષારોપણ ના મહા અભિયાન ની માહિતી મેળવીને ઓનલાઇન અનુદાન આપી શકો છો, આપ પણ આ મહા અભિયાન માં એક વૃક્ષ દીઠ ૧૦૦ રૂપિયા થી લઈને યથાયોગ્ય અનુદાન આપી ગીર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવામાં સોશિયલ મીડિયાની પોસ્ટ આપના ગ્રુપમાં શેર કરી શકો છો, ત્યારે સૌ સાથે મળી ગીર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવામાં સહયોગ આપી ગીર સોમનાથને દેશના હરિયાળા જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવા સમગ્ર દેશ હરીયાળો બને તેમજ બાગાયત થકી ખેડૂતો સમૃદ્ધ બને, ફળાઉ ઝાડ ના માધ્યમથી પશુ-પંખી ને આહાર મળી રહે,પવિત્ર વૃક્ષોની માવજત થી વાતાવરણ શુદ્ધ રહે તેવો સંકલ્પ કરી સોમનાથ ટ્રસ્ટના મહા સંકલ્પમાં સહભાગી બનીએ.