/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જુનાગઢ જિલ્લામાં ઉનાળુ પાકનું ૨૬,૬૫૫ હેકટરમાં વાવેતર

જુનાગઢ હાલ ઉનાળાની સીઝનમાં જુનાગઢ જીલ્લામાં ઉનાળુ પાકમાં વાવેતર થવા પામ્યું છે જેમાં સૌથી વધુ વાવેતર તલના પાકમાં ૮૦૬૦ હેકટરમાં થવા પામ્યું છે અને સૌથી ઓછું વાવેતર ડુંગળી ૪૦ હેકટરમાં માત્ર મેંદરડા તાલુકામાં થવા પામ્યું છે.છેલ્લા બે વર્ષથી ૧૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા વરસાદ થવા પામ્યો છે જેથી જમીનના પાણીના તળ ઉંચા આવી જતા કુવા બોરમાં પાણીનો વિપુલ જથ્થો સાથે વીજ પુરવઠો પણ પુરતો મળી રહેતા આ વર્ષે વિપુલ પ્રમાણમાં જુનાગઢ જીલ્લામાં કુલ ૨૬૬૫૫ હેકટરમાં વિક્રમ સર્જક ઉનાળુ વાવેતર થયું છે. જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.જી. રાઠોડે સાંજ સમાચારના જીલ્લાના પ્રતિનિધિ રાકેશ લખલાણીને માહિતી આપતા જણાવ્યું છે કે જીલ્લાના નવ તાલુકા અને જુનાગઢ શહેર સહિતમાં બાજરી, મગ- અડદ- ઉનાળુ મગફળી, તલ-ડુંગરી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.

ઉનાળુ વાવેતરમાં તાલનું વિક્રમ સર્જન વાવેતર થવા પામ્યું છે જેમાં વિસાવદર તાલુકામાં ૩૦૦૦ હેકટર, ભેંસાણમાં ૧૨૫૦, માળીયા, માણાવદરમાં ૧૫૦ જુનાગઢ સીટીમાં ૫૦ સહિત કુલ જીલ્લામાં ૮૦૬૦ હેકટરમાં.બીજા ક્રમે ઉનાળુ મગનું જીલ્લામાં ૬૫૧૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. જેમાં પણ વિસાવદર તાલુકો અગ્રેસર રહેવા પામ્યો છે. ૩૦૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યુ છે. કેશોદમાં ૮૫૦, માંગરોળમાં ૬૦૦, મેંદરડામાં ૫૫૦, વંથલી ૫૦૦ જુનાગઢ ૪૮૦, માણાવદરમાં ૧૫૦, માળક્ષયા ૨૨૦ ભેંસાણ ૧૨૦, અને જુનાગઢ સીટીમાં ૪૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે.ઉનાળુ અડદમાં પણ વિસાવદર પ્રથમ ક્રમે ૩૦૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. માંગરોળ-મેંદરડામાં ૭૦૦-૭૦૦ હેકટરમાં જુનાગઢ ૨૫૦, કેશોદ ૨૦૦ માળીયા ૧૫૦, માણાવદર ૭૫, અને ભેંસાણ તાલુકામાં ૫ હેકટર સહિત કુલ ૫૨૩૦ હેકટરમાં અડદનું વાવેતર જીલ્લામાં થવા પામ્યું છે.ઉનાળુ મગફળીનું વાવેતર પણ વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૭૦૦ હેકટર, ભેંસણ ૨૫૦, જુનાગઢ ૨૫૦, વંથલી ૮૦ માંગરોળ ૮૦, માણાવદર ૭૦ મેંદરડા ૫૫ કેશોદ ૨૫ માળીયા જુનાગઢ સીટી ૧૫-૧૫ હેકટર સહિત કુલ ૧૫૨૦ હેકટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર નોંધાયું છે.ઉનાળુ બાજરીનું કુલ વાવેતર જીલ્લામાં ૭૬૫ હેકટરમાં થવા પામ્યું છે જેમાં સૌથી વધુ બાજરી માંગરોળમાં ૫૦૦ હેકટર માણાવદર ૧૦૦ કેશોદ ૯૦ વંથલી ૪૫ જુનાગઢ ૧૫ ભેંસાણ ૧૦ અને જુનાગઢ સીટીમાં ૫ હેકટરનું વાવેતર થવા પામ્યુ છે.જીલ્લામાં ડુંગળીનું વાવેતર માત્ર ૪૦ હેકટરમાં મેંદરડા તાલુકામાં નોંધાયું છે.શેરડીનું વાવેતર માત્ર ૧૦ હેકટરમાં જુનાગઢ અને કેશોદમાં પાંચ પાંચ હેકટરમાં નોંધાયું છે.જીલ્લામાં શાકભાજીનું કુલ વાવેતર ૧૫૨૦ હેકટરમાં નેંધાયું છે જેમાં વંથલીમાં ૨૮૦ વિસાવદર માંગરોળ અને જુનાગઢ તાુલકોમાં બસો બસો હેકટરમાં થવા પામ્યું છે. ભેસાણ કેશોદ માણાવદર જુનાગઢ સીટીમાં ૧૦૦-૧૦૦- ૧૦૦ હેકટરમાં માળીયા મેંદરડામાં ૧૨૦ -૧૨૦ હેકટરમાં વાવેતર નોંધાયું છે.જીલ્લામાં કુલ ઘાસચારો ૨૯૪૦ હેકટરમાં નોંધાયેલ છે જેમાં સૌથી વધુ કેશોદમાં ૬૦૦ હેકટર વંથલી ૪૦૦ હેકટર માણાવદર ૩૫૦, વિસાવદર ૩૦૦ માંગરોળ ૨૪૦ માળીયા હાટીના ૨૫૦ જુનાગઢ ૨૩૦ ભેંસાણ ૨૨૦ મેંદરડા ૨૫૦ અને જુનાગઢ સીટી ૧૦૦ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. સરેરાશ વાવેતર જીલ્લામાં જાેઈએ તો ભેંસાણ તાલુકા કુલ વાવેતર ૧૯૫૫, જુનાગઢ તાલુકા ૧૯૫૦, કેશોદ તાલુકા ૨૪૭૦ માળીયા ૯૫૦, માણાવદર ૯૯૫, માંગરોળ ૨૯૨૦ મેંદરડા ૨૯૧૫ વંથલી ૨૦૦૫, વિસાવદર ૧૦૨૩૦ જુનાગઢ સીટી ૩૧૦ હેટર મળી જીલ્લામાં ૨૬૬૫૫ હેકટરમાં ઉનાળુ વાવેતર વર્ષ ૨૦૨૨-૨૩માં નોંધાયું છે. ત્રણ વર્ષની સરેરાશ થયું છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution