વાંસદા.વાંસદાની હોટલો માંથી વેસ્ટેજ ભોજન પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને રાત્રે અંધકાર નો લાભ લઈને ફેંકી જતા હોય છે. જંગલો માંથી પસાર થતા નાળા માં કેટલોક શંકાસ્પદ નાખવામાં આવેલ પ્લાસ્ટિકનો કચરો જાેવા મળી રહ્યો છે જે પર્યાવરણ માટે ખતરારૂપ બની જવા પામી છે. પ્લાસ્ટિકનો કચરો મનુષ્ય સહિત પૃથ્વી પરના તમામ જીવો માટે ખતરારૂપ છે. પ્લાસ્ટિકનો કચરો મનુષ્ય સહિત જાનવરો અને પક્ષીઓ માટે પણ સમસ્યારૂપ છે.આ હોટલો માંથી શંકાસ્પદ ઠલવાતો કચરો પર્યાવરણ અને વન્યજીવો સામે સૌથી મોટો પડકાર બની ગયો છે. તેમાંય આડેધડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેને જેમ-તેમ જંગલોમાં ફેકતા હોય છે જેને કારણે વન્યજીવો પ્લાસ્ટીકની સુગંધથી આકર્ષાઇને તેને ખાઇને મૃત્યુ નોંતરતા હોય છે. કચરો ફેંકીને પર્યાવરણને ભારોભાર નુકસાન કરે છે.જંગલ અંદર પ્લાસ્ટિક સહિત હોટલ માંથી ગંદો એઠવાળ કચરો જંગલ અંદર ઠલવાય છે. જે સ્વાદ અને સુગંધથી વન્ય પ્રાણી આકર્ષાયઈ તેને ખાઈને વાનરો અને અન્ય પ્રાણીઓ કે પક્ષીઓ માંદા કે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક બેગો પર પ્રતિબંધ મૂકીને સ્વૈચ્છક અને પર્યાવરણના જતન માટે કાર્ય રેન્જ વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.