કોલંબો-

શ્રીલંકામાં બે વખત મોકુફ રહેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં જંગી વિજય મેળવી લોખંડી નેતા મહીન્દ્રા રાજયકક્ષાએ રાજકીય કમબેક કર્યું છે.સતાવાર પરિણામો મુજબ શ્રીલંકાની પીપલ્સ પાર્ટીએ એકલા હાથે 225 સભ્યોની સંસદમાં 145 અને સહયોગી પક્ષો સામે 150 સીટો મેળવી છે.  

વિજયી થવા બદલ રાજયકલેને અભિનંદન આપનારા વિશ્વના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ હતા. મોદીએ જણાવ્યું હતું કે દ્વીપક્ષી સરકારના તમામ ક્ષેત્રમાં આગળ વધવા બન્ને દેશો સાથે મળી કામ કરશે અને વિશિષ્ટ સંબંધોને નવી ઉંચાઈએ લઈ જશે. 

મોદીની શુભેચ્છાનો પડઘો પાડતા રાજયકલેએ જણાવ્યું હતું કે શ્રીલંકા અને ભારત મિત્રો છે. એલએલપીપીની ટિકીટ પર નવેમ્બરમાં ચૂંટણીમાં ચુંટાયેલા પ્રમુખ ગોટાબાયા રાજયકલેએ મુદતના માસ પહેલા ચૂંટણી યોજી હતી. ચૂંટણીના પરિણામોના વિપક્ષી યુનાઈટેડ નેશનલ પાર્ટીનો સફાયો હતો. પુર્વ વડાપ્રધાન અનિલ વિક્રમસિંગના પક્ષને માત્ર એક બેઠક મળી હતી.

1977માં સંસદમાં આવ્યા પછી પહેલી જ વાર ખુદ વિક્રમસિંગે કોલંબો ડીસ્ટ્રીકટ બેઠક પરથી હારી ગયા હતા. એથી વિપરીત યુએનપીથી છૂટા પહી પોતાનો પક્ષ રહેનારા પુર્વ નાયબ વડાપ્રધાન સાજીશ પ્રેમદાસાના એલજેબીને 55 બેઠકો મળી હતી.