અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માં કેવડિયા ની મુલાકાત અને બે દિવસ ના નિર્ધારિત કાર્યક્રમો બાદ દિલ્હી જવા રવાના થયા હતા. 11:55એ સી-પ્લેન પ્રોજેકટ નું ઉદઘાટન કરી તેઓ પ્રથમ પેસેન્જર બન્યા હતા અને માત્ર 50 મિનિટ માં સીધા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા સાથેજ અમદાવાદ- કેવડીયા વચ્ચેની સી-પ્લેન સેવા શરૂ થઈ ગઈ છે. મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને મોર્નિંગ વોક કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો હતો અને રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયુ હતું. પીએમ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થયા હતા આ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રોટોકોલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલ પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર પાટીલ, મુખ્ય સચિવ અનિલ મૂકિમ, પોલીસવડા આશિષ ભાટિયા વગેરે હાજર રહ્યા હતા અને વિદાય આપી હતી.