દિલ્હી-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું સોમવારે કર્ણાટકની મંગલુરુ હોસ્પિટલમાં નિધન થયું હતું. ચાલુ વર્ષે સાત જુલાઈના રોજ યોગ કરતી વખતે પડી જતાં માથામાં ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે બાદ તેમની તબિયત બગડી હતી. ઓસ્કર ફર્નાન્ડીઝ યુપીએ સરકારમાં સડક અને પરિવર્તન, શ્રમ તથા રોજગાર મંત્રી રહી ચુક્યા છે.હાલ તેઓ રાજ્યસભા સાંસદ હતા. તેમની ગણતરી રાહુલ અને સોનિયા ગાંધીના નજીક તરીકે થતી હતી. તેમના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ઓસ્કર ફર્નાન્ડિઝના નિધન પર કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું, તેમના નિધનથી અમને દુખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. કોંગ્રેસની રાજનીતિમાં તેમનો મોટો પ્રભાવ છે. કોંગ્રેસ પરિવારને તેમના દિશા અને માર્ગદર્શનની ખોટ સાલશે.

ઓસ્કાર ફર્નાન્ડિઝ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સૌથી નજીકના લોકોમાંના એક હતા. તેમણે યુપીએ સરકારમાં માર્ગ પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતી. ઓસ્કાર ફર્નાન્ડિઝ હજી પણ રાજ્યસભાના સાંસદ હતા. યુપીએ સરકારની બંને બાબતમાં મંત્રી તરીકે સેવા આપી હતી ઓસ્કાર ફર્નાન્ડિઝ લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે કામ કરી રહ્યા છે . ફર્નાન્ડીઝ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે.