કચ્છ-

હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ અને ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા દોઢ દસકમાં કચ્છે વિકાસની નવી કહાની લખી છે. આજે એવી કોઇ ઇન્ડસ્ટ્રી નથી જે કચ્છમાં ન હોય. તેમણે વધુમાં જણાવ્યું કે, નદીઓને જોડવાની વાત હોય, સૌની યોજનાનું નેટવર્ક હોય, નર્મદા ડેમનું કામ પૂર્ણ કરવાની વાત હોય કે પછી નર્મદા આધારિત વોટર ગ્રીડ તૈયાર કરવાની વાત હોય વડાપ્રધાનની દુરંદેશી વિચારનો પુરો લાભ આજે ગુજરાતને મળે છે. વડાપ્રધાન મોદીનું ધોરડો ખાતે સ્વાગત કરવામાં આવ્યું.ધોરડો ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રવાસનમંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિતનામંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.