દિલ્હી-

પીએમ મોદીએ કહ્યું કે રેડિયો સામાજીક જોડાણ માટેનું એક શાનદાર માધ્યમ છે. તેમણે એક ટ્વિટ કર્યુ અને તેમના દર મહિને પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમનો પોઝીટીવ અસર મહેસુસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, વિશ્વ રેડિયો દિવસની સૌને શુભકામનાઓ. રેડિયોના દરેક શ્રોતાઓને શુભકામના. રેડિયોને નવીન વુષય વસ્તુ અને સંગીત પીરસનાર લોકો પ્રશંસાને પાત્ર છે.


વડા પ્રધાને કહ્યું, હેપ્પી વર્લ્ડ રેડિયો ડે. તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છાઓ. જેઓ રેડિયોને નવી સામગ્રી અને સંગીત પ્રદાન કરે છે તે પ્રશંસાને પાત્ર છે. તે સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટેનું એક શાનદાર માધ્યમ છે. મેં પોતે 'મન કી બાત'ને કારણે રેડિયોની સકારાત્મક અસર અનુભવી છે. '