દિલ્હી-

વડાપ્રધાન મોદી આજે અમેરિકા-ભારત વ્યાપાર પરિષદના 'ઈન્ડિયા આઈડિયા સમિટ'માં સંબોધન કરશે. યૂએસઆઈબીસીની 45મી વર્ષગાંઠ પર આયોજીત આ શિખર સંમેલન પર દુનિયાભરના લોકોની નજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બુધવારે) 'ઈન્ડિયા આઈડિયા સમિટ' ને સંબોધન કરશે. અમેરિકા-ભારત વ્યાપાર પરિષદની 45મી વર્ષગાંઠ પર આયોજીત આ શિખર સંમેલન પર દુનિયાભરની નજર રહેશે. આ દરમિયાન મહામારી બાદની દુનિયામાં ભારત-અમેરિકા સહયોગ અને તેમના સંબંધની ચર્ચા રહેશે

PMO દ્વારા મંગળવારે એક જાહેર કરાયેલા નિવેદન અનુસાર આ વર્ષે 'ઈન્ડિયા આઈડિયા સમિટ' નો વિષય સારા ભવિષ્યનું નિર્માણ હશે.નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, શિખર સંમેલનમાં ભારત અને અમેરિકા સરકારનું શીર્ષ નીતિ-નિર્માતા, અધિકારી અને વ્યાપાર તથા સમાજના વિચારકો હાજર રહેશે.આ વર્ષના શિખર સંમેલનને સંબોધન કરવાવાળા ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર, અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ, વર્જીનિયાના સીનેટર માર્ક વોર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલી ભાગ લેશે.નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ' શિખર સંમેલનમાં મહામારી બાદની દુનિયામાં ભારત-અમેરિકા સહયોગ અને બન્ને દેશો વચ્ચે ભવિષ્યના સંબંધો પર ચર્ચા થશે.'