દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭મી જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્ર ને વર્ચ્યુઅલ સંબોધન કરશે. દુનિયાના તમામ દેશો ની નજર વડાપ્રધાનના ભાષણ તરફ રહેશે.યુ એન એસ સી મા ભારતની જીત બાદ વડાપ્રધાન પ્રથમવાર યુનો ને સંબોધન કરવાના છે. યુનોની ૭૫મી વર્ષગાંઠ ની પૂર્વસંધ્યાએ ન્યૂયોર્કમાં આ કાર્યક્રમ યોજાશે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ યુનોની મહાસભાને પાછલા વર્ષે સાતમી સપ્ટેમ્બરના રોજ સંબોધન કર્યું હતું અને એ સમયે એમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદની વિરુદ્ધ એક જૂથ થઈ જવાની અપીલ કરી હતી.વડાપ્રધાનની અપીલ બાદ અનેક દેશોએ આતંકવાદ ની સામે ભારતને ટેકો જાહેર કરેલો છે. હવે તા. ૧૭મી જુલાઈના રોજ વડાપ્રધાન ફરી સંબોધન કરવાના છે અને આ વખતે પણ વિશ્વના તમામ દેશો ની નજર એમના ભાષણ તરફ મંડાયેલી રહેશે.

 દુનિયાભરના દેશ કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ઘ લડી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે. ભારતને સુરક્ષા પરિષદમાં જીત મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું ભાષણ છે.