દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે. ખેલ રત્ન એવોર્ડ રમતનો સર્વોચ એવોર્ડ ગણાય છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.