દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હા એ અંગત કારણો જણાવીને મંગળવારે અચાનક રાજીનામું આપ્યું હતું. રાજીનામામાં તેમણે ગઈકાલથી તેને અમલી જાહેર કર્યો છે. કેબિનેટ સચિવના પદ પરથી નિવૃત્ત થયા પછી, તેઓને વડાપ્રધાનના મુખ્ય સલાહકાર પદે નિમવામાં આવ્યા હતા. પી.કે. સિન્હા ને 11 સપ્ટેમ્બર 2019 ના રોજ વડાપ્રધાનના પ્રિન્સિપલ એડવાઈઝર તરીકે નિમવામાં આવ્યા હતા.

સિન્હાએ 13 જૂન, 2015 થી 30 ઓગસ્ટ, 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ 1977 બેચના ઉત્તર પ્રદેશ કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારી રહી ચૂક્યા છે. સિંહા તેમની કારકિર્દી દરમિયાન, પાવર અને શિપિંગ મંત્રાલયોમાં સચિવ તરીકે ફરજ બજાવી છે. તેમણે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી તેણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ઇકોનોમિક્સમાં અનુસ્નાતકની પરીક્ષા પાસ કરી. બાદમાં, તેમની સેવા દરમિયાન, તેમણે જાહેર વહીવટમાં અનુસ્નાતક ડિપ્લોમા અને સામાજિક વિજ્ઞાનમાં એમ.ફિલ પણ કર્યું છે. ભારતીય વહીવટી સેવાના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન સિન્હાએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.