અમદાવાદ-

પીએમ મોદીના જૂના મિત્ર અને આરઆરએસના સ્વયંસેવક રમણીકભાઈ ભાવસારનું નિધન થયું છે. રમણીકભાઈ ભાવસારનું મોત કોરોનાને કારણે થયું હતું. આ દુખદ સમયમાં પીએમ મોદીએ રમણીકભાઈ ના પરિવાર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ પરિવારના સભ્યોને દુ:ખના સમયે હિંમતવાન બનવાનું કહ્યું હતું. આ સિવાય તેમણે પરિવાર સાથે રમણીકભાઈ ભાવસાર સાથેની કેટલીક યાદગાર પળો વિશે પણ ચર્ચા કરી હતી.

મળતી માહિતી મુજબ  ઘણા અગ્રણી નેતાઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. પીએમ મોદીના જુના મિત્ર રમણીકભાઈ ભાવસારનું નિધન કોરોના કારણે થયું. રમણીકભાઈ ભાવસારને કોરોનાથી ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ કોરોના સામેનું યુદ્ધ હારી ગયા. પીએમ મોદીના જૂના મિત્ર રમણીકભાઈ ભાવસાર ઈડરમાં આરએસએસના સ્વયંસેવક હતા. 

વડા પ્રધાન મોદીને જ્યારે તેમના અંગત જૂના મિત્ર રમણીકભાઈ ભાવસારના મોતના સમાચાર મળ્યા ત્યારે તેઓથી રહી શક્યા નહીં અને તેમણે ફોન કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ તેમના પરિવારના સભ્યો સાથે ફોન પર ખબર-અંતર પૂછ્યા.