PM નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ: ગુજરાતના આ રાજ્યમાં મહારસીકરણ અભિયાન, 450 કેન્દ્રો પર રસીકરણનું આયોજન 
17, સપ્ટેમ્બર 2021

વડોદરા-

વડોદરા તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મહારસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત વડોદરા જિલ્લામાં જુદા-જુદા ૪૫૦ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે. મહા રસીકરણ અભિયાન સંદર્ભે માહિતી આપતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મ દિવસના ઉપલક્ષ્યમાં વડોદરા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ૪૫૦ જેટલા કેન્દ્રો પર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે જે નાગરિકોને કોરોના પ્રતિરોધી રસીનો એક પણ ડોઝ ન લીધો તેઓ રસી લઈને કોરોના મુક્ત થવાની દિશામાં સહયોગ આપે. તેઓ અનુરોધ કરતા ડો. ટિલાવતે ઉમેર્યુ કે, જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય, અને બીજા ડોઝ લેવા માટે મુદત થઈ ગઇ હોય, તેવા નાગરિકો પણ રસીનો બીજો ડોઝ લઈ શકશે, રસીકરણ અભિયાનમાં નાગરિકોને જોડાઇને કોરોનાને દેશવટો આપવાની દિશામાં આગળ વધી શકાય, તે માટે સહકાર આપવા ડો. ટીલાવતે અનુરોધ કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution